Author : CHUNILAL MADIA
ISBN No : 9789395339063
Language : Gujarati
Categories : GUJRATI BOOKS
Sub Categories : FICTION
Publisher : NAVBHARAT SAHITYA MANDIR
સમગ્રપણે ‘કુમકુમ અને આશકા’ માત્ર પ્રેમકથા કે માત્ર યુદ્ધકથા લાગવાને બદલે પશ્ચિમ ભારત પર ઊતરેલી આફતના ઇતિહાસને પ્રત્યક્ષ કરાવે છે અને ઘટનાનું કેવળ ઘટના લેખે મૂલ્યાંકન કરવાને બદલે એનું માનવીય અર્થઘટન પણ આપે છે. મુખ્ય પાત્રોમાંથી કોઈને કશું હાંસલ થતું નથી. સહુનો મુખ્ય અનુભવ ગુમાવવાનો છે. આ ગુમાવવાના અનુભવનો સંવેદનાત્મક આલેખ કલાત્મક અંત પામીને ‘કુમકુમ અને આશકા’ ને એક નોંધપાત્ર ઐતિહાસિક નવલકથા તરીકે કાયમ કરે છે.