PARIJAT

Author : DINKAR JOSHI

ISBN No : 05082024G05

Language : Gujarati

Categories : GUJRATI BOOKS

Sub Categories : FICTION

Publisher : PRAVIN PRAKASHAN


શ્રી દિનકર જોષી : સંક્ષિપ્ત પરિચય
છલ્લા પાંચ દાયકા જેટલા સમયથી ગુજરાતી સાહિત્યક્ષેત્રે અવિરત સર્જનયાત્રા કરી રહેલા શ્રી દિનકર જોષીના ગ્રંથોની કુલ સંખ્યા લગભગ ૧૩૦ જેટલી થઈ ચૂકી છે. સામાજિક, ઐતિહાસિક, ગ્રામલક્ષી, પૌરાણિક એમ વિવિધ ક્ષેત્રે બેતાળીસ જેટલી નવલકથાઓ ચિંતનાત્મક નિબંધો, પ્રસંગ ચિત્રો, સંપાદનો, અનુવાદો વગેરે સાહિત્યિક પ્રકારોનું એમણે ઊંડું - ખેડાણ કર્યું છે. શ્રીકૃષ્ણ અને ગાંધીજી આ બે એમના અભ્યાસ તથા સંશોધનના ખાસ પાત્રો રહ્યાં છે. રામાયણ, મહાભારત તથા વેદ-ઉપનિષદ જેવા ગ્રંથોનું ઊંડું અધ્યયન કર્યા પછી એ વિષયો ઉપર એમણે નવેસરથી આધુનિક સંદર્ભમાં એના અર્થઘટનો કરતા અનેક ગ્રંથો આલેખ્યા છે.
ગુજરાતી નવલકથા ક્ષેત્રે જીવનકથનાત્મક નવલકથાઓનું આલેખન એ એમનું વિશિષ્ટ પ્રદાન રહ્યું છે. નર્મદ, ગાંધીજીના જયેષ્ઠ પુત્ર હરિલાલ ગાંધી, ભારતીય ઇતિહાસમાં કુરુક્ષેત્ર પછીના મહાસંહાર માટે જેમને જવાબદાર ઠેરવી શકાય એવા મહમદઅલી ઝીણા તથા વૈશ્વિક કવિ રવીન્દ્રનાથ ટાગોરના જીવન ઉપર આધારિત એમની નવલકથાઓએ ગુજરાતી નવલકથાક્ષેત્રે એક અનોખી કેડી કંડારી છે. હરિલાલ ગાંધીના જીવન ઉપર આલેખાયેલી નવલકથા 'પ્રકાશનો પડછાયો' ઉપરથી અંગ્રેજી સહિત અનેક ભારતીય ભાષાઓમાં નાટ્યાંતરો થયા અને એના અંગ્રેજી નાટ્યરૂપે આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી. ન્યૂયોર્કમાં ગાંધી જયંતિ નિમિત્તે ઈન્ડો અમેરિકન કાઉન્સિલ દ્વારા કોલંબિયામાં યોજાયેલા સમારંભમાં રિચાર્ડ એટનબરોની ફિલ્મ 'ગાંધી' યામ બેનેગલની ફિલ્મ 'મેકિંગ ઑફ મહાત્મા' સાથે ‘પ્રકાશનો પડછાયો' ઉપરથી અંગ્રેજીમાં રૂપાંતરિત થયેલું નાટક ‘મહાત્મા વર્સેસ ગાંધી' પણ સ્થાન પામ્યું હતું અને એમાં સન્માનિત થયેલા આ ત્રણેય કૃતિઓના નિર્માતા, દિગ્દર્શક અને લેખકમાં શ્રી દિનકર જોપી પણ એક હતા. એમની કેટલીક નવલકથાઓ ઉપરથી ગુજરાતી ભાષામાં ચલચિત્રો પણ બન્યા છે.
એમના સંખ્યાબંધ પુસ્તકો તથા અન્ય રચનાઓના અંગ્રેજી અને હિંદી, મરાઠી, બંગાળી, કન્નડ, તેલુગુ, તમિલ, મલયાલમ એમ વિવિધ ભારતીય ભાષાઓમાં અનુવાદો થયા છે. ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમી, ગુજરાતી સાહિત્ય પરિષદ જેવી અનેક સાહિત્યિક સંસ્થાઓ દ્વારા એમને પારિતોષિકો પ્રદાન થયા છે.
એમની મુખ્ય રચનાઓ ‘શ્યામ એકવાર આવોને આંગણે', 'પ્રકાશનો પડછાયો', 'પ્રતિનાયક', 'અમૃતયાત્રા', 'કૃષ્ણ વદે જગદ્ગુરુમ્', 'એકડાં વગરનાં મીંડા', ‘મહાભારતમાં પિતૃવંદના', 'મહાભારતમાં માતૃવંદના', 'રામાયણમાં પાત્ર વંદના', 'અ-મૃત પંથનો યાત્રી' વગેરેને ગણાવી શકાય

  • No Comments.
Name(Required)
Mobile No(Required)
Email (Required)
Comments

New Copies are not available for sale.
Old Copies are not available for sale.

Related Categories