Author : VINESH ANTANI
ISBN No : 9789395556705
Language : Gujarati
Categories : GUJRATI BOOKS
Sub Categories : FICTION
Publisher : R R SHETH & CO PVT LTD
વર્ષોથી અહીં જ ઊભી છું. પંદર વર્ષ પહેલાં અહીં આવી હતી, પહેલી વાર. હવે ફરી વાર આવી છું ત્યારે એ જ નિઃસ્તબ્ધ પહાડો છે અને એ જ મૌન ખીણો છે. એવી જ સૂની બપોર છે, હિલસ્ટેશન મોરનીની બપોર, ખાલી અને ઠંડી. રેલિંગ પર નમીને ખીણમાં જોઈ રહી છું. વૃક્ષોમાંથી પસાર થતી હવાનો અવાજ સંભળાય છે... આકાશમાં વાદળાં ઘેરાઈ આવ્યાં છે અને ખૂબ નીચે ઊતરી આવ્યાં છે. નીચે ખીણમાં પણ ધુમ્મસ ઊઠી રહ્યું છે.
હું સિમલાની ઉપર કુફ્રીના પહાડની ધાર પર ઊભી હતી. જરા જરા બરફ વરસતો હતો. નીચેની ખીણમાંથી મેં એક કુમળો અવાજ સાંભળ્યો હતો. જોયું તો એક ઝાડ પાસે બકરીનું નવજાત બચ્ચું પડ્યું હતું. હું નીચે ઊતરી. બકરીના બચ્ચાને ઠંડીથી બચાવવા મારી છાતીએ વળગાડ્યું. બચ્ચું મોઢું ઉઘાડી મારી છાતી ફંફોસવા લાગ્યું. એ વખતે હું જાગી ગઈ હતી. રૂમમાં અંધારું હતું અને રાતની નિઃસ્તબ્ધતા. મારી છાતી ધડકતી હતી, અંદરથી અને બહારથી.
‘શું કરો છો?’ ‘તને શોધું છું, મનુ... ખાતરી કરું છું, તું અહીં જ છેને – મારી પાસે?’