MARA KHETARNA SHEDHHETHI

Author : RAJANI PATEL

ISBN No : 9789395556514

Language : Gujarati

Categories : GUJRATI BOOKS

Sub Categories : FICTION

Publisher : R R SHETH & CO PVT LTD


શરીરની અંદર ઓગળતા જીવનની કથા રાવજી પટેલ એટલે ગુજરાતી ભાષાને વિશ્વસ્તરે ઓળખ આપી શકવાની શક્તિ ધરાવતા અનોખા અને સંવેદનશીલ સર્જક. ટૂંકા, પણ ઝંઝાવાતોથી ભરેલા જીવતરે રાવજી પાસે ભલે અલ્પ પણ નક્કર સાહિત્યનું સર્જન કરાવી લીધું. વાર્તા કે નવલકથા એ રાવજીનો શ્વાસ હતો, તો કવિતા એમનાં લોહીમાં અવિરત વહેતી નદી હતી. શબ્દ જ જેનું સર્વસ્વ હોય એવા રાવજી સંવેદનાના સંપત્તિવાન હતા. ગદ્ય અને પદ્ય એમનાં બે ફેફસાં હતાં. રાવજીએ પોતાના એકલવાયાપણાને એકાંતવાસમાં ફેરવી નાખ્યું હતું. ખરેખર, આવા જ કોઈ એકાંતે એમના જીવનમાં કાયમી વસવાટ કરી લીધેલો. ‘મારા ખેતરના શેઢેથી' નવલકથામાં લેખક રજની પટેલે, કથાનાયક રાવજીના જીવનશેઢેથી ઊડી ગયેલી ‘સારસી'એ જન્માવેલાં સ્પંદનોને સાકારિત કર્યાં છે. હૉસ્પિટલના ખાટલે મૃત્યુની ગોદમાં બેસીને, ખવાઈ ગયેલાં ફેફસાંના ખોડંગાતા શ્વાસે કવિતા લખતા રાવજી પટેલને લેખકે આ નવલકથામાં ફરી એકવાર જીવિત કર્યા છે. ઠોકરને પણ ઠૂમરીમાં ફેરવી નાખવાની તાકાત ધરાવતા રાવજી જીવનકાળની અટકી ગયેલી ગતિને ગતિમાન ન કરી શક્યા એનું દુ:ખ કાળનેય થયું તો હશે ને? નાના-મોટા અસાધ્ય રોગોના ઝંઝાવાતોમાં ઘેરાઈ ગયેલા રાવજી, જીવ્યા ત્યાં સુધી માત્ર ને માત્ર શબ્દના ઔષધે જ ટક્યા. રાવજીની અંગત સંવેદનાઓને પોતાની બનાવી, પોતાના શ્વાસમાં ઘૂંટીને તેમજ લોહીમાં ઓગાળીને લેખકે આ નવલકથામાં રાવજીનો પુનરાવતાર કરાવ્યો છે. જેમને રાવજી પટેલનો મેળાપ થઈ શક્યો નથી એ સૌ માટે આ નવલકથા રાવજીને મળવાનું એક સરનામું ચોક્કસ બની શકશે! -હર્ષદ પંડ્યા 'શબ્દપ્રીત'

  • No Comments.
Name(Required)
Mobile No(Required)
Email (Required)
Comments

New Copies are not available for sale.
Old Copies are not available for sale.

Related Categories