Author : MAVJI MAHESHWARI
ISBN No : 9788119644155
Language : Gujarati
Categories : GUJRATI BOOKS
Sub Categories : FICTION
Publisher : R R SHETH & CO PVT LTD
Currently Unavailable - Still you can add in CART.
ગુજરાતી નવલકથાનાં પાત્રોમાં ફોટોગ્રાફર નાયક તરીકે નથી આવ્યા. આ કથાનો નાયક એક ફોટોગ્રાફર છે. બહુ જ સાદોસીધો એ યુવાન નાનો એવો સ્ટુડીઓ ચલાવે છે. તે પ્રકૃતિપ્રેમી પણ છે. અરવલ્લીની ટેકરીઓનાં અનુપમ દૃશ્યો પોતાના કૅમેરામાં કંડારે છે. કોઈ એક સાંજે તે એક ટેકરી ઉપર જાય છે અને ટેકરી ઉપરથી તળેટીના ફોટોગ્રાફસ લે છે. તસવીરોને જોતાં જ એને એક નવતર ચીજ દેખાય છે. એ ફોટો ઝૂમ કરે છે તો ખ્યાલ આવે છે કે એ કોઈની નવીનકોર બૅગ છે. લીલાં ઘાસ વચ્ચે પડેલી સુંદર લાલ બૅગ તેના મનમાં તોફાન જગાવે છે. એ બૅગ સુધી પહોંચવું અશક્ય નહોતું પણ દિવસ આથમવા જતો હતો. થોડાં અજવાળાંમાં બૅગ લઈને ટેકરી ઉપર આવવાનું સાહસ ખેડવા તૈયાર થયેલો એ યુવાન એ બૅગ પાસે પહોંચીને જેવી તેની ઝીપ ખોલે છે તો એની આંખો ફાટી જાય છે. શું હતું એ બૅગમાં? ત્યારબાદ એ યુવાન અને જિલ્લાનું પોલીસતંત્ર ધીમેધીમે રહસ્યોનાં જાળાંમાં ફસાતાં જાય છે અને નાટકીય ઢબે એમાં પ્રવેશ થાય છે એક પત્રકાર યુવતીનો. પોલીસ અને ફોટોગ્રાફરને એક પછી એક આઘાતો આપતી એ યુવતી કોણ હતી? શા માટે એને એ કથામાં રસ પડે છે? કોણ હતો આ ચાલી રહેલા ખેલનો માસ્ટર માઇન્ડ? રહસ્યોના આટાપાટામાં ઘૂમરી ખાતી એક અનન્ય રહસ્યકથા તમને ચોક્કસ વાંચવી ગમશે.