Author : CHIRAG VITHALANI
ISBN No : 9789395556996
Language : Gujarati
Categories : GUJRATI BOOKS
Sub Categories : FICTION
Publisher : R R SHETH & CO PVT LTD
Currently Unavailable - Still you can add in CART.
પેશનેટ ડાન્સર તલાશને એરેન્જ મૅરેજની બિલકુલ ઇચ્છા નહોતી, છતાં મમ્મી-પપ્પાના આગ્રહને વશ થઈને ફૅશન ડિઝાઇનર આરોહીને મળવા માટે તૈયાર થયો. ‘લગ્ન એક વરસ પછી...’ એવી સંતાનોની શરત મમ્મી-પપ્પાએ માન્ય રાખતાં અઠવાડિયામાં જ તલાશ અને આરોહીની સગાઈ થઈ ગઈ. એક વરસ બાદ લગ્ન કંકોત્રી લખવાના દિવસે તલાશે ધડાકો કર્યો કે ‘લગ્ન નથી કરવાં...’, આ નિર્ણયમાં આરોહીની પણ મૂક સંમતિ હતી. એક વરસમાં એવું તે શું બની ગયું...! તલાશની જિંદગીમાં કોઈનો પ્રવેશ થઈ ગયો કે પછી આરોહીના જીવનમાં કોઈ આવી ગયું...? તલાશના હૃદયમાં હલચલ કેમ મચી છે...! આરોહીના મનની મૂંઝવણનું કારણ શું છે...! અતીતના ઓછાયા વર્તમાનને વેરવિખેર કરશે કે આંખોએ સજાવેલાં શમણાં ભવિષ્યમાં હકીકત બનશે...? ઇઝહાર, ઇંતઝાર, ઇનકાર, ઇકરાર, મિલન, વિરહ, વેદના, તડપ, તરસ, ત્યાગ, દોસ્તી, આકર્ષણ, પેશન અને પ્રેમનાં તાણાવાણે ગૂંથાયેલી એક અનોખી લવસ્ટોરી... મને ભીંજવે તું, તને ભીંજવે...???