Author : RAMESH TANNA
ISBN No : 9789394502567
Language : Gujarati
Categories : GUJRATI BOOKS
Sub Categories : SHORT STORIES ( Navlika )
Publisher : R R SHETH & CO PVT LTD
સંબંધોના સૌંદર્ય સુધી પહોંચવાનો રળિયામણો રસ્તો આ પુસ્તક વિવિધ સંબંધોના અનુપમ સૌંદર્યને રસપ્રદ રીતે રજૂ કરે છે. કોઈ પણ વ્યક્તિની જિંદગીને રળિયામણી કરવામાં સંબંધો સૌથી મોટી ભૂમિકા ભજવતા હોય છે. વ્યક્તિની નાનકડી જિંદગીમાં નજીકના સંબંધો તો હોય છે સાવ જ થોડા. વિશ્વમાં તો કરોડો-અબજો લોકો હોય છે, પરંતુ કોઈ પણ વ્યક્તિના ભાગમાં તો ગણતરી કરી શકાય તેટલા જ સંબંધ આવતા હોય છે. આ સંબંધો દરેક માટે ખૂબ જ મહત્ત્વના હોય છે. જો એટલા સંબંધો સાથે પ્રેમમય બનીને જીવતાં આવડે તો ભયોભયો! જીવન જીવવાની સાચી એક જ રીત છે : સાચી પ્રીત. આ પુસ્તકમાં સંબંધોનાં જુદાં જુદાં સ્વરૂપની ઉદાહરણો સાથે ચર્ચા કરી છે. મોટાભાગનાં ઉદાહરણો સત્યઘટનાઓ પર આધારિત છે. આ પુસ્તકમાંથી વાચક પસાર થશે એટલે તેની આંખો સામે સંબંધોની મનમોહક તસવીરો ઊભી થતી જશે તો સાથેસાથે મનનો એક્સ-રે પણ જોવા મળશે. તસવીરો જોઈને રાજી થવાનું અને એક્સ-રે જોઈને નિદાન કરવાનું. એક વાત યાદ રાખજો સંબંધો સમજવાનો નહીં, જીવવાનો વિષય છે. આ પુસ્તક કહે છે કે : દરેકને એક સુંદર જિંદગી માણવા માટે મળી છે. આત્માનો સાચો સ્વભાવ જ આનંદનો હોય છે. આપણા ભાગમાં આવેલા તમામ સંબંધોને પ્રેમ અને આનંદથી ભરી દઈએ, સુંદર જીવન જીવીએ અને બીજાને સુંદર જીવન જીવવામાં મદદ કરીએ.