Author : ASHU PATEL
ISBN No : 9789393795182
Language : Gujarati
Categories : GUJRATI BOOKS
Sub Categories : FICTION
Publisher : R R SHETH & CO PVT LTD
આયેશા નામની એક અત્યંત સુંદર યુવતીનું કુટુંબ વર્ષોથી આર્થિક સંઘર્ષ કરી રહ્યું છે. તેના પિતા વર્ષો અગાઉના પૅરેલિસિસ અટૅકને કારણે પથારીવશ છે. માતા લોકોના ઘરોમાં કામ કરીને જેમતેમ ઘરનું ગુજરાન ચલાવે છે. નાની બહેન સ્વરા કૉલેજમાં અભ્યાસ કરે છે. આ સ્થિતિમાં નોકરી મેળવવા માટે હવાતિયાં મારી રહેલી આયેશાને અનેક કંપનીઝમાંથી રિજેક્શનનો સામનો કર્યા પછી બિઝનેસ ટાયકુન અશોક અરોરાના જમણા હાથ સમી શ્રુતિ મલિકની મદદથી અરોરા ઈન્ડસ્ટ્રીઝમાં ધરખમ પગારથી નોકરી મળી જાય છે. આયેશાને લાગે છે કે તેનાં કુટુંબના આર્થિક સંઘર્ષનો અંત આવી ગયો અને હવે તેના જીવનમાં સુખદ વળાંક આવી રહ્યો છે, પણ એ જ વખતે એક ઘટનાને કારણે આયેશાના જીવનમાં ઝંઝાવાત સર્જાઈ જાય છે અને સીધીસાદી આયેશા એક વિષચક્રમાં ફસાતી જાય છે. બીજી બાજુ આયેશાને કારણે મુંબઈની પાવરલોબીમાં સામ, દામ, દંડ, ભેદનો ઉપયોગ થવા લાગે છે. બિઝનેસ ટાયકુન, અંડરવર્લ્ડ ડૉન, હાઈપ્રોફાઈલ પોલીસ ઑફિસર અને પાવરફુલ જર્નલિસ્ટ સહિતના અનેક ખેપાનીઓ એકબીજાની સામે પડી જાય છે. આયેશાની જિંદગી એક રોલરકોસ્ટર રાઈડ જેવી બની જાય છે અને અનેક દિલધડક-અકલ્પ્ય ઘટનાઓના પ્રત્યાઘાતો આખા દેશમાં પડે છે.