Author : GANESH ACHAARYA
ISBN No : 12092022G07
Language : Gujarati
Categories : GUJRATI BOOKS
Sub Categories : FICTION
Publisher : NAVBHARAT SAHITYA MANDIR
‘પ્રસ્થાન’ નવલકથાની વાત કરીએ તો એમાં આવતાં પાત્રો વિવિધ સમાજોમાંથી આવે છે અને વિવિધ પરિસ્થિતિઓથી વિંટળાયેલાં છે. નવલકથામાં પસાર થતાં વાચકને વિવિધ પાત્રોની મુલાકાત થશે, ઓળખ થશે. એમાંથી કેટલાંક પાત્રોના મનોજગતમાં વાચક પ્રવેશશે એ દરમિયાન વાચક પાત્રોના વાણી વર્તનમાં ઉત્પન્ન થતો ઉદ્ઘોષ વાચકના મનમાં એનો પ્રતિઘોષ જરૂર પેદા કરશે. આ નવલકથા ગુજરાતી સાહિત્યવર્ગને સોંપતાં આનંદ અનુભવું છું, સાથે સાથે જણાવવાનું કે, આમાં જે તે સમાજ અને પાત્રોની લાગણી અને વેદના તથા વિશેષતા રજૂ કરી છે. એમાં જે તે સમાજોની વિશેષતાઓ હશે. એ બધું સાહિત્યના ભાગરૂપે જ છે. હું અહીં ગુજરાત સાહિત્ય અકાદમીનો હૃદયપૂર્વક આભાર માનું છું, જેમણે મારી નવલકથાને ઉચિત સમજી આર્થિક સહાય માટે યોગ્ય ગણી. હું નવભારત પ્રકાશન મંદિરના માલિક મહેન્દ્રભાઈ શાહનો પણ આભાર માનું છું. નવલકથાની જોડણીના કાર્યમાં ધો. ૬ માં ભણતી મારી પૌત્રી શ્રેયા આચાર્યએ મને મદદ કરી છે. તેને હું સસ્નેહ યાદ કરું છું. આ ઉપરાંત શ્રી બાબુભાઈ એમ. પરમાર (મલાસા) એ જોડણી અને ભાષાશુદ્ધિના કાર્યમાં રસ લીધો છે, તેમનો સસ્નેહ ઉલ્લેખ કરું છું. નવલકથાના કોમ્પ્યુટર કાર્યમાં શ્રી ચેતનભાઈ પી. નાઈએ સમયનું પણ ધ્યાન આપ્યા વિના મારી સાથે તત્પર રહી સહકાર આપ્યો છે.