Author : VIRAL VAISHNAV
ISBN No : 9788194869191
Language : Gujarati
Categories : GUJRATI BOOKS
Sub Categories : NON FICTION
Publisher : K BOOKS
કાઇઝન
(પ્રાચીન જાપાની પદ્ધતિ દ્વારા આદતોમાં પરિવર્તન કરી જીવનના દરેક ક્ષેત્રે સફળતા મેળવવાની અને ટકાવવાની કળા)
આપણે ખરાબ આદતો કઈ રીતે છોડી શકીએ? આપણી આળસ, મર્યાદાઓ, નબળાઈઓને કઈ રીતે હરાવવી? સારી આદતો કેળવવા લીધેલા સંકલ્પો કઈ રીતે ટકાવી શકાય? કોઈપણ ધ્યેય પાર પાડવાનું પ્લાનિંગ કઈ રીતે કરવું? સફળતાના રસ્તામાં આવતી અડચણોને કઈ રીતે દૂર કરવી? પૈસા, પ્રસિદ્ધિ, સુખ, સંતોષ, આનંદ, લાંબુ અને તંદુરસ્ત જીવન કઈ રીતે પ્રાપ્ત કરી શકાય?
ઉપરના તમામ સવાલોનો એક જ જવાબ છે - કાઇઝન.
વિશ્વમાં સૌથી વધુ કુદરતી આફતો, યુદ્ધમાં ખુવારી અને પરમાણુ બોમ્બનો માર સહન કરવા છતાં જાપાન ફરી બેઠું થઈ ટોચ પર પહોંચ્યું અને ટકી રહ્યું તેમાં `કાઇઝન'નો સિંહફાળો છે. આ પુસ્તકમાં કાઇઝનની એકદમ સરળ સમજૂતી આપવામાં આવી છે.