NOKHA MANVIONU ANOKHU VISHWA

Author : VIJAYA VAAD

ISBN No : 9789390572229

Language : Gujarati

Categories : GUJRATI BOOKS

Sub Categories : SHORT STORIES ( Navlika )

Publisher : R R SHETH & CO PVT LTD


કોઈ પણ દૃષ્ટિએ અપંગ વ્યક્તિ માટે સમાજમાં જીવવું ઘણું કપરું હોય છે. એમને સતત અપમાન અને ઉપહાસ સહેવાં જ પડે છે. એટલું જ નહીં, પણ આજેય માનવીના મનમાં ઘર કરી ગયેલી અંધશ્રદ્ધા જીવનના વિકાસને અવરોધતી રહે છે. || જોકે, સંઘર્ષ માનવીને જીવન જીવવાની એક દિશા તો ચીંધે છે, પણ એની સાથે સાથે અપમાન, ઉપહાસ અને અંધશ્રદ્ધા જેવાં તત્ત્વો માનવીના જીવનને રૂંધી નાંખે છે. આમ છતાં આ બધું અવગણીનેય સિદ્ધિ હાંસલ કરનાર તો અનોખા માનવી જ કહેવાય ને! જેમને `પોતાના’ કહી શકાય એવાં લોકોનો સાથ ન મળે તો અપંગ વ્યક્તિનો ચહેરો કેવો કરમાઈ જાય, જીવનમાં કેટલી હદે ઉદાસીનતા વ્યાપી જાય, પરિણામે જીવનમાં એ ક્યારેય પ્રગતિ કરી શકે નહીં, અને એમનું જીવન મૃતઃપ્રાય બની જાય; પરંતુ માતા-પિતા, કુટુંબીજનો તેમ જ અન્ય સગાંસંબંધીઓનો સાથ મળે તો અપંગ વ્યક્તિનું જીવન કેવું સરસ ખીલી ઊઠે, આત્મવિશ્વાસની અને આત્મનિર્ભરતાની કેવી આભા ચમકે એનું જીવતું ઉદાહરણ એટલે આ પુસ્તકમાં સ્થાન પામેલાં વિવિધ જીવનરત્નો! || જેમણે જીવનમાં અનેક ઊંચાઈઓ હાંસલ કરી હોય એવાં અનેક સાચાં ઉદાહરણો અહીં જોવા મળે છે. આવા જ `અનોખા માનવીનું વિશ્વ’ અહીં ઉજાગર કરવામાં આવ્યું છે. || અપંગ માનવીઓની અંદર રહેલી વિરાટ ક્ષમતાઓની આ છલાંગ, આપણા સૌ માટે પ્રેરણારૂપ દાખલો બની શકે છે.

  • No Comments.
Name(Required)
Mobile No(Required)
Email (Required)
Comments

New Copies are not available for sale.
Old Copies are not available for sale.

Related Categories