SWADIKA KAMBODIYA

Author : VARSHA ADALJA

ISBN No : 9789390572182

Language : Gujarati

Categories : GUJRATI BOOKS

Sub Categories : NON FICTION

Publisher : R R SHETH & CO PVT LTD


અંકોરવાટ મંદિરનું પ્રથમ દર્શન! અવિસ્મરણીય. એબ્સોલ્યુટલી મેજીકલ. મિસ્ટીરીયસ. મેસ્મરાઇઝીંગ. હજાર ફીટ લાંબો પૂલ સુંદર કમળથી છલોછલ તળાવ પર થઇ મંદિર સુધી લઇ જાય છે. મંદિરની પ્રદક્ષિણા કરતાં દીવાલો પર રામાયણનાં અસંખ્ય પ્રસંગો સરસ કંડારેલા છે. મહાભારતનાં પાત્રો પણ અહીં વિરાજે છે. મારા દેશનાં બે મહાકાવ્યોને જોતાં જ હું પ્રસન્નતા અનુભવું છું . કમ્બોડિયામાં લગભગ ૪ હજાર મંદિર છે. વિશ્વપ્રસિદ્ધ બનાયન અત્યંત સુંદર છે. ખંડેરમાં એટલાં બધાં વૃક્ષો ઊગી ગયા છે કે મંદિરમાં વૃક્ષો છે કે વૃક્ષોમાં મંદિર છે એ કળવું જ મુશ્કેલ .ખંડેરનું પણ કેવું આગવું સૌંદર્ય છે! કમ્બોડિયા લીલુંછમ્મ, ફળફૂલોથી લચી પડેલું પણ થોડા વખતમાં જ અમે જોર્ડન ગયાં. હરિયાળી વનરાજીમાંથી અફાટ રણમાં અમે પહોંચી ગયા. ૨૦૧૯માં વિશ્વના ૧૦ જોવાલાયક સ્થળોમાં જોર્ડનનું વાદીરમ રણ મોખરે છે. ડેઝર્ટ સફારી કરતાં અદ્ભૂત દ્રશ્યો જોયાં. સૂરજનાં કિરણોમાં રેતી લાલ ઝાંયની ઝળહળે છે. પ્રકૃતિએ વાયુના ટાંકણાથી કંડારેલા છે દુનિયાના એકમાત્ર અદ્ભુત પર્વતશિલ્પો. વનજીવનની લીલીછમ વન્યલીલાથી રેતીની લીલયાક્રીડા પણ કંઈ કમ નથી.

  • No Comments.
Name(Required)
Mobile No(Required)
Email (Required)
Comments

New Copies are not available for sale.
Old Copies are not available for sale.

Related Categories