Author : SHAHBUDDIN RATHOD
ISBN No : 9789390298327
Language : Gujarati
Categories : GUJRATI BOOKS
Sub Categories : HASYA KATHA ( ????? ??? )
Publisher : R R SHETH & CO PVT LTD
શાહબુદ્દીન રાઠોડ એ આપણા પ્રસિદ્ધ હાસ્યકાર અને ‘પર્ફૉર્મિંગ આર્ટિસ્ટ’ છે. એવું નથી કે જગતમાં દુઃખ નથી પણ હાસ્યકાર માટે જગતને ‘હાસ્યાવાસ્યમ્ ઇદં સર્વમ્’ હોય છે. ‘હસવું’ અને ‘હસી નાંખવું’ એક કળા છે અને આ કળા શાહબુદ્દીનને વરેલી છે. હાસ્યકાર પાસે માનવસ્વભાવના ઝીણાં ઝીણાં નિરીક્ષણો હોવા જોઈએ. જે માણસ, પોતાની જાત પર હસી શકે છે એને જગત પર હસવાનો અધિકાર છે. શાહબુદ્દીનના શબ્દો આપણને ખડખડાટ હસાવે છે. તો ક્યારેક આપણા હોઠના ખૂણે એક એવું સ્મિત મૂકે છે કે જાણે આપણે એમની વાતને સંમતિ આપતા હોઈએ! દરેક માણસે પોતાની ભીતર એક વિદૂષકને પાળવો, પંપાળવો જોઈએ, પોષવો જોઈએ જેથી જગત આપણને શોષી ન લે. મરાઠી કવિ ઉત્તમ કોળગાંવકરની કૃતિનો નલિની માડગાંવકરે કરેલો આ અનુવાદ હાસ્યના સંદર્ભમાં જોવા જેવો છેઃ તડકાના સળગતા લાલભડક વસ્ત્રો પહેરી ભરરસ્તા પર જામેલી ભીડને હસાવનારો મારા શબ્દોનો વિદૂષક. – તમે ત્યાં સુધી તાળીઓના ગડગડાટ કરો. હું જરાક એના ભીના થયેલા રૂમાલને સૂકવી આવું. -સુરેશ દલાલ