Author : AGATHA CHRISTIE
ISBN No : 9788194304333
Language : Gujarati
Categories : GUJRATI BOOKS
Sub Categories : FICTION
Publisher : NAVBHARAT SAHITYA MANDIR
`જાહેર કરવામાં આવે છે કે એક મર્ડર થવાનું છે. શુક્રવાર, 29 ઑક્ટોબર, સાંજે 6-30 વાગે, લિટલ પૅડોક્સમાં મિત્રો, જાહેરમાં આપેલું આ પહેલું ને છેલ્લું આમંત્રણ સ્વીકારવાની કૃપા કરજો.'
લોકલ છાપામાં છપાયેલી આ વિચિત્ર જાહેરખબરે, ઇંગ્લૅન્ડના એ નાનકડા ગામ ચિશપગ ક્લૅગહોર્નમાં સનસનાટી મચાવી દીધી.
શું આ બાલિશ મજાક હતી? કે પછી કોઈનાં વિકૃત દિમાગે ઉપજાવી કાઢેલું નાટક હતું? સાંજ પડતાંની સાથે જ પબ્લિક કુતૂહલથી લિટલ પૅડોક્સમાં પહોંચી ગઈ.
ઘડિયાળમાં સાડા છ ના ટકોરા પડ્યા અને લાઇટ જતી રહી, પિસ્તોલમાંથી ધડાકો થયો. પાછું અજવાળું થયું ત્યારે બધાંએ જોયું કે ગણતરીની ક્ષણોમાં ત્યાં ખરેખર લોહિયાળ રમત રમાઈ ગયેલી.
અશક્ય લાગે એવા આ અપરાધની મિસ્ટ્રી કોણ ઉકેલશે? મિસ માર્પલ કે પછી અન્ય કોઈ?