SHIVOHAM

Author : VARSHA ADALJA

ISBN No : 9789388882248

Language : Gujarati

Categories : GUJRATI BOOKS

Sub Categories : NON FICTION

Publisher : R R SHETH & CO PVT LTD


નીચેથી પર્વત કેવો નિર્મમ અને હૈયાસૂનો લાગ્યો હતો! ધગધગતી ધૂળ અને પથ્થરો. ન પંખીનો ટહુકો, ન ક્યાંય લીલીછમ્મ વનરાઈ. તો રંગબેરગી ફૂલોનો શૃંગાર તો હોય જ ક્યાંથી? પણ હું જેમ જેમ ઉપર ચડું છું, તેમ જોઉં છું કે જે પહાડની કઠોર ધારી ઉપર ચડી હતી તેનું હૃદય તો ભગવાન શંકરની કરુણામયી બર્ફીલી જલધારાઓથી કેટલું ભીનું અને ઋજુ હતું ! શબ્બીરે જળ હથેળીમાં ઝીલી મારી તરફ હાથ ઊંચો કર્યો. અમીનો એક જ ઘૂંટ થયો પણ મન પ્રસન્ન થઈ ગયું. થાય છે આ પર્વત નથી, દેવભૂમિમાં આવી ચડી છું. એવો હિલ્લોળ ચડે છે કે ઘોડા પરથી નીચે કૂદી પડી, છેક પર્વતશિખરે ચડી જઈ, ઘૂંટણિયે પડી આ બર્ફીલી ભૂમિને માથું નમાવી વંદન કરું.

  • No Comments.
Name(Required)
Mobile No(Required)
Email (Required)
Comments

New Copies are not available for sale.
Old Copies are not available for sale.

Related Categories