Author : DEEP TRIVEDI
ISBN No : 9789384850067
Language : Gujarati
Categories : GUJRATI BOOKS
Sub Categories : NON FICTION
Publisher : AATMAN INNOVATIONS PVT LTD
Currently Unavailable - Still you can add in CART.
મારું જીવન, મારા શબ્દોમાં – કૃષ્ણ
કૃષ્ણ, એક એવું વ્યક્તિત્વ છે, જેની બાબતમાં હરકોઈ જાણવા અને સમજવા ઇચ્છે છે. પરંતુ દુર્ભાગ્યે આ જ એક જીવન છે જે પૂરું ઉપલબ્ધ નથી. અને આ જ કારણ છે કે કૃષ્ણ વિશે ઊઠી રહેલા તમામ સવાલ હંમેશાથી અનુત્તરિત રહ્યાં છે.
આવા હજારો સવાલ કૃષ્ણનાં જીવન વિશે ઉભા થતા જ રહે છે. પરંતુ એમના જવાબ નથી મળી શકતા. કારણ કે કોઈ એક એવો ગ્રંથ નથી, જે કૃષ્ણના જીવન વિશે લખવામાં આવ્યો હોય, અથવા કહીએ કે જેમાં કૃષ્ણનું સંપૂર્ણ જીવન ઉપલબ્ધ હોય. તેથી, આ પુસ્તકને કૃષ્ણ વિશે અત્યાર સુધી લખવામાં આવેલા બધાં જ શાસ્ત્રોને તપાસીને લખવામાં આવ્યું છે. એ શાસ્ત્રોમાં મુખ્ય છે: મહાભારત, શતપથ બ્રાહ્મણ, એતરેય આરણ્યક, નિરુક્ત, અષ્ટાધ્યાયી, ગર્ગ સંહિતા, જાતક કથા, અર્થશાસ્ત્ર, ઇંડિકા, હરિવંશ પુરાણ, વિષ્ણુ પુરાણ, મહાભાષ્ય, પદ્મ પુરાણ, માર્કન્ડેય પુરાણ, કૂર્મ પુરાણ, વગેરે.
જો એક વાક્યમાં આ પુસ્તક વિશે કહેવું હોય, તો કહી શકાય કે આ કનૈયાની ‘‘જય શ્રીકૃષ્ણ’’ બનવાની સંપૂર્ણ દાસ્તાન છે, જેના થકી કૃષ્ણનાં જીવન અને તેમની સાયકોલોજીને પૂર્ણપણે સમજી શકાય છે. એકંદરે આ પુસ્તકમાં કૃષ્ણનું સંપૂર્ણ જીવન એક અતિશય રોચક વાર્તાનાં સ્વરૂપમાં પ્રસ્તુત કરવામાં આવ્યું છે. આ પુસ્તક ગુજરાતી તથા અંગ્રેજી, હિન્દી, મરાઠીમાં ઉપલબ્ધ છે.