JUVAN HAIYYA

Author : VAJU KOTAK

ISBN No : 9788193174425

Language : Gujarati

Categories : GUJRATI BOOKS

Sub Categories : FICTION

Publisher : NAVBHARAT SAHITYA MANDIR


‘વસંત, ઈશ્વર જે કરે એ સારું કરે છે. સંસારનો મને જે કંઈ થોડોઘણો અનુભવ થયો છે એ પરથી તને કહું છું કે નલિની જેવી છોકરીઓ કદી પણ લગ્નજીવનને સફળ બનાવી શકતી નથી. ઉચ્ચ કેળવણી પામેલી કેટલીક છોકરીઓ એમ માની બેસે છે કે પોતે કંઈક છે અને ઘણા છોકરાઓ એની પાછળ પાગલ બનીને ફર્યા કરે છે. આવી જાતનું અભિમાન પેદા થવાથી એને પ્રેમના શુદ્ધ સ્વરૂપને ઓળખતાં નથી આવડતું. કોઈને રૂપનું અભિમાન હોય છે. કોઈને પૈસાનું તો કોઈને કીર્તિનું. અભિમાન એ એક એવું ઝેર છે કે જે શરીરમાં ગયા પછી પાસે અમૃતનો ભરેલો થાળ આવે તો પણ એને ઓળખી શકતો નથી તારી આ વાત સાંભળ્યા પછી તો મને એમ જ લાગે છે કે નલિનીનું સારું યે જીવન પેલા ર્ડાક્ટર સાથેના સંબંધને લીધે જ ગૂંથાઈ જશે.’.

  • No Comments.
Name(Required)
Mobile No(Required)
Email (Required)
Comments

New Copies are not available for sale.
Old Copies are not available for sale.

Related Categories